ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામના વાડી વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક સિંહણ ભેંસના તબેલામાં ઘુસી ગઈ હતી. જો કે ભેંસોએ આ સિંહણનો સામનો કરીને તેને શીંગડે ભરાવી હતી. ભેંસોને ઉગ્ર થયેલી જોઈને સિંહણ ત્યાંથી જીવ બચાવવા ભાગી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે.

