જૂનાગઢમાં વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીમાર્ગે આંદોલન કરીને તંત્રને પરસેવો લાવી દેવાની ઘટના સામે આવી છે. અહીં છેલ્લા ઘણાં સમયથી સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ બસના સ્ટોપેજની માગણી કરી રહ્યા હતા. તેઓ છેલ્લા ઘણાં સમયથી આ મામલે ફરિયાદ કરી રહ્યા હતા જેના કારણે તેઓ ઘણીવાર સ્કૂલે પહોંચવાનું ચૂકી જતા હતા. જોકે અનેક ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આખરે વિદ્યાર્થીઓએ પોતે આંદોલન કરવા રસ્તે ઉતરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

