ભુજમાં દેશભક્તિ કાર્યક્રમમાં ગીત ગાતા સમયે મહિલાને હાર્ટએટેક આવતા તેનું મોત થયું છે. પ્રમુખસ્વામી નગરમાં વૃક્ષ મિત્ર સંસ્થા આયોજિત કાર્યક્રમમાં આ બનાવ બન્યો હતો. આરતીબેન રાઠોડ નામના મહિલા દેશભક્તિ ગીત રજૂ કરી રહ્યા હતા તે દરમિયાન હાર્ટએટેક આવતા તેઓ ખુરશીમાંથી ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું હતું

