Panchmahal News: ગુજરાતભરમાં વરસાદે કહેર મચાવ્યો છે, ઠેર ઠેર વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં પંચમહાલમાં ભારે વરસાદને કારણે માણસો તણાવાની સ્થિતિ બનવા પામી હતી. પંચમહાલ જિલ્લાના હાલોલમાં ભારે વરસાદને કારણે એક પુરુષ અને મહિલા તણાયા હતા. જેમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

