પાટણના રાધનપુરના શેરબાગ વિસ્તારમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. શેરબાગ વિસ્તારમાં ઘરમાં સૂઈ રહેલી 7 વર્ષની બાળકીનું સાપ કરડતાં મોત નીપજ્યું હતું. બાળકી રાત્રે સૂતી હતી ત્યારે અચનાક તેને દર્દ ઉપડતાં બૂમા બૂમ કરી હતી, ત્યારે પરિવારજનોએ જીંવાત કે મધમાખી કરડી હોવાનું અનુમાન લગાવ્યું હતું અને હળદનો લેપ લગાડીને તેને સૂવડાવી દીધી હતી.

