સુરતમાં પાલિ વિસ્તારમાં આવેલી જર્જરિત એપાર્ટમેન્ટ ધરાશાયી થતાં 7 લોકોના મોત થયાં હતાં. જેને લઈને શહેરમાં જર્જરિત મકાનોને હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે પાલનપુર વિસ્તારમાં આવેલા મહાવીર કોમ્પેલ્કસની બાલ્કની રાત્રિના સમયે ધરાશાયી થતા ફરી એકવાર હડકંપ મચી ગયો હતો.

