Home / Gujarat / Surat : Bhuva committed atrocities with a woman

AIના અત્યાધુનિક જમાનામાં અંધશ્રદ્ધા યથાવત, વિધીના નામે ભુવાએ સુરતની મહિલા સાથે આચર્યુ કુકર્મ

AIના અત્યાધુનિક જમાનામાં અંધશ્રદ્ધા યથાવત, વિધીના નામે ભુવાએ સુરતની મહિલા સાથે આચર્યુ કુકર્મ

હાલનો જમાનો એઆઈ એટલે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો અત્યાધુનિક યુગ છે. તેમ છતાં પણ વિધીના નામે લોકોને અંધશ્રદ્ધામાં રાખનારાઓનો પાર નથી. છોટાઉદેપુરમાં બાળકની બલિ દેવામાં આવી છે તો સુરતમાં અમરેલીથી સબંધીને મળવાના આવેલા ભુવાએ કાપોદ્રાના દંપતિને તમારો યોગ પાક્યો છે. તમારા ભાગ્ય ખુલી ગયા છે એમ કહીને વિધીના નામે મહિલા પર બળાત્કાર ગુજાર્યાનો બનાવ કાપોદ્રા પોલીસમાં નોંધાયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિધીના નામે સામાન લેવડાવ્યો

કાપોદ્રા વિસ્તારમાં રહેતી પરિણિતા ઘરકામ કરીને પરિવારને મદદ રૂપ થાય છે. અમરેલી ખાતે રહેતા તેના પતિના દુરના સંબંધી ભરત કડવા કુંજડિયા ભૂવો છે. તા.19મી જાન્યુઆરીએ ભૂવો ભરત સુરત આવ્યો હતો અને પરિણિતાના ઘરે રોકાયો હતો. તા. 21મી જાન્યુઆરીએ ભરત પરિણિતાના પતિ સાથે બાઇક પર સુરતમાં રહેતા અન્ય સંબંધીનાં ઘરે ગયો હતો. રાત્રે પરત આવતી વખતે ભુવા ભરતે તેમની પાસે ફુલ અને વિધી માટે કેટલોક સમાન લેવડાવ્યા હતો. રાત્રે નવેક વાગ્યાના અરસામાં જમીને પરિણિતા તેના પતિ અને બાળકો સાથે ઘરમાં બેઠા હતા અને વાતો કરતા હતા ત્યારે અચાનક ભૂવા ભરતે કહ્યું હતું તમારો યોગ પાક્યો છે જેથી તમારા ભાગ્ય ખુલી ગયા છે અને તેમની પાસે પૂજા માટેનો સામાન માંગ્યો હતો.

અંધારામાં નિવસ્ત્ર બેસાડ્યા

આ સામાન આપતા ભૂવાએ દંપતિને અન્ય રૂમમાં બેસાડ્યા હતા. જ્યાં અંધારૂ કરી દીધું હતું અને દિવો સળગાવી મંત્રો બોલવા લાગ્યો હતો. બાદમાં પરિણિતાના આંખ પર રૂદ્રાક્ષ અડાવી તેણી ભૂવાના વશમાં આવી ગઈ હતી. ત્યારબાદ ભુવાએ દંપતિને નિવસ્ત્ર થવાનું કહ્યું હતું. બીજા દિવસે સાંજે પતિ નોકરી પરથી આવતા પરિણિતાએ ભૂવાએ તેની સાથે કરેલા બળાત્કારની જાણ કરી હતી. જેથી તાત્કાલિક ભૂવા ભરતને ફોન કરતા તેણે આવું કઇ કરેલ નથી તેમ કહ્યું હતું અને બાદમાં નંબર બ્લોકમાં મૂકી દીધો હતો.આ અંગે સંબંધીને કહેતા તેમની સામે પણ ભૂવાએ પહેલા તેણે આવું કંઈ કર્યુ ન હોવાનું કહ્યું હતું. જ્યારે પરિણિતાના સંબંધીએ સુરત આવવા દબાણ કરતા તા.7મી માર્ચના રોજ તે ગામના સરપંચ સાથે સુરત આવ્યો હતો અને પરિણિતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબુલાત કરી હતી.

ભભૂતી આપી ભૂવો સૂઈ ગયો

દંપતિ નિવસ્ત્ર થતા ભુવાએ વારફરથી બંનેને પોતના ખોળામાં બેસવાનું કહ્યું હતું. બાદમાં તેમને હાથ પગ ધોઇને કપડા પહેરી લેવા માટે જણાવ્યું હતું. કપડા પહેરતા જ ભૂવાએ ધુણાવાનું શરૂ કરી દીધું હતું અને પતિને બહાર જતા રહેવા માટે કહ્યું હતું. બાદમાં પરિણિતાને જકડી લઇને ચુંબન કરવા લાગ્યો હતો અને અશ્લિલ હરકતો કરી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, ત્યારે ગભરાઇ ગયેલી પરિણિતાએ પતિને આ અંગે વાત કરી ન હતી. જ્યારે ભૂવાએ ભભૂતી આપીને વિધી પૂર્ણ થઇ એમ કહીને સુઇ ગયો હતો. બીજા દિવસે પતિ ભૂવાને મૂકી આવ્યા હતા.


Icon