આજકાલ આસાનીથી શોર્ટકર્ટ મેળવી રૂપિયા કમાવા લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અલગ-અલગ યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી તથા બિઝનેસ ટાસ્ક પુર્ણ કરવાના પાર્ટ ટાઇમ જોબ આપવાનું જણાવાયું હતું. તેમાંથી રોજના ૧,૦૦૦/- થી ૧૫,૦૦૦/- કમાઇ શકો છો. તેવી લોભામણી લલચામણી વાતો કરવામાં આવી હતી. બાદમાં અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં ૨૩,૭૨,૦૦૦/- ટ્રાન્સફર કરાવાયા હતાં. જેમાં ૧૭,૧૧૦/- પ્રોફિટના આપવામાં આવ્યો હતો. બાકીના ૨૩,૫૪,૮૯૦/- વિડ્રો ન કરવા દઇ છેતરપિંડી કરવામાં આવી હતી. જેને ઝડપી લઈને કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

