સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સોની ફળિયા વિસ્તારમાં એક મિલ્કતને જેસીબી મશીનથી જોખમી રીતે તોડવામાં આવી રહી હોવાની ફરિયાદ બાદ ઝોને કામગીરી અટકાવી છે. જોકે, આ કામગીરી અટકી ગયાં બાદ સ્થાનિકો આ મિલકતમાં અશાંત ધારાનો ભંગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે. તો બીજી તરફ પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે જોખમી રીતે થતું ડિમોલીશન અટકાવ્યું છે અને અશાંત ધારા કલેક્ટર કે પોલીસના કાર્યક્ષેત્રમાં આવે છે.

