Home / Gujarat / Surat : Rainwater is dripping into a BRTS bus in Surat

VIDEO: સુરતમાં BRTSની બસમાં છત્રી લઈને બેસવું પડ્યું, છતમાંથી ટપકે છે પાણી

સુરતના સરથાણાથી કોસાડ જતી BRTSની બસમાં પાણી ટપકતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. BRTS બસની છતમાંથી પાણી લીક થતાં અંદર બેઠેલા મુસાફરોને છત્રી લઈને મુસાફરી કરવાનો વારો આવ્યો હતો. બસની અંદર બેઠેલા પ્રવાસીઓ માથે છત હોવા છતાં ભીંજાયા હતા. એસી બસમાં વરસાદી પાણી પડતાં સુરત પાલિકાની બસોની દુર્દશા સામે લોકોએ સવાલ ઉઠાવ્યા છે. પાલિકા તંત્રે આ મામલે તાત્કાલિક ધ્યાન આપવાની માંગ ઉઠી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon