સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીના નામે દાવાઓ કરવામાં આવ્યાં હતાં. તેમ છતાં રોડ પર પાણી ઠેર ઠેર ભરાયા છે. ત્યારે મહાનગરપાલિકા સંચાલિત BRTS બસની અંદર વરસાદી પાણી પડતું હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં BRTS બસનો હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદના કારણે બસની અંદર પાણી ટપકતા મુસાફરોને બસની અંદર જ છત્રી ખોલીને મુસાફરી કરી રહ્યાનું દેખાય રહ્યું છે. ચાલુ બસે મુસાફરો વરસાદી પાણીમાં ભીંજાઈ રહ્યા છે. કેટલાક મુસાફરોએ તો પોતાની છત્રી ખોલીને પાણીથી બચવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ના તંત્ર સામે એક લાલબત્તી સમાન છે.