Gujarat Weather News: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ છે, ત્યારે 24 મેના સવારના 6 વાગ્યાથી 25 મેના સવારના 6 વાગ્યામાં રાજ્યના 37 તાલુકામાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના 6થી વધુ જિલ્લા ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ગુજરાતભરમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

