
Bodeli news: છોટાઉદેપુરના બોડેલી ખાતે કાર્યકરોની મિટિંગમાં આવેલા દેશની રાજધાની દિલ્હીના માજી ધારાસભ્ય અને ગુજરાતના સહપ્રભારી ગુલાબસિંહ યાદવે જણાવ્યું ક, કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. જે લોકો કાશ્મીરમાં ફરવા માટે ગયા હતા તે લોકોનાં મોત થવા તે દુખની બાબત છે, જ્યારે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.
ગુલાબસિંહ યાદવે જ્યારે આક્ષેપ લગાવતા કહ્યું કે, પહેલગામ આતંકવાદીઓએ હુમલો કર્યો તે સમયે આર્મીના જવાનો ન હતા. કાશ્મીર પોલીસ ન હતી. જ્યારે સરકારને આતંકવાદીના ઈનપુટ હતા આના પછી પણ આતંકવાદીઓ હુમલો કરતા હોય તો ભારત સરકારની ગંભીર ભૂલ છે અને આના ઉપરથી શીખ લેવી જોઈએ.
બોડેલી ખાતે આમઆદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે કાર્યકરો સાથે યોજાયેલ મિટિંગમાં ચૈતર વસાવા એ જણાવ્યું કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈ ગઠબંધન નથી ત્યારે ગુજરાતમાં આમઆદમી પાર્ટી સ્વતંત્ર લડશે જયારે વિસાવદર બાબતે જણાવ્યું કે આમઆદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે કોંગ્રેસે ગઠબંધન તોડ્યું છે.
ગુજરાતમાં ખુલ્લે આમ ડ્રગ્સ વેચાતી હોવાનો આક્ષેપ
ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં ડ્રગ્સ વેચાઈ છે ગુજરાતના યુવાનોને નશા તરફ ધકેલવામાં આવે છે જ્યારે ગુજરાતમાં 25 હજાર કરોડનો ગેરકાયદેસર દારૂનો ધંધો થાય છે તેની પાછળ ભાજપના નેતાઓનો હાથ હોવાનો આક્ષેપ મૂક્યો હતો.
જયારે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીની મિટિંગો યોજી અને કાર્યકરોને આમઆદમી પાર્ટીમાં જોડી રહ્યા છે જયારે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટી ના પ્રમુખ અને અલગ અલગ તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.