
ગુજરાત ATS દ્વારા ગેરકાયદેસર હથિયાર પકડવાને મામલે ATSએ પકડેલા 16 આરોપીઓને ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. આરોપી શોકતઅલી સૈયદના 14 દિવસના રીમાંડની માંગ કરવામાં આવી હતી અને અન્ય 15 આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. આરોપી પક્ષે બચાવ પક્ષની રજુઆત હતી કે, હોમ ડિપાર્ટમેન્ટની સાઇટ પર હથિયાર પરવાના મેળવવાની કાયદેસર પ્રક્રિયા હાથ ધરેલી છે.
ATS એ ફરિયાદ સુપર સિક્રેટ રાખી છે. આરોપી સૌક્તઅલી એ એજન્ટનો સંપર્ક કરાવ્યો હતો. નાગાલેન્ડથી ઓલ ઇન્ડિયા લાયસન્સ મળે છે. જ્યારેની લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં ગુજરાતનું જ લાયસન્સ મળે છે. કેટલાક હથિયાર ધારકોએ નાગાલેન્ડથી ગુજરાત ટ્રાન્સફર કરાવેલું છે. જો કે, કોર્ટ દ્વારા શૌકત અલીના ૧૯ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે જ્યારે અન્ય આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.