ગ્રીષ્મમાં વાળનું સૌંદર્ય જાળવવા આસાન ઉપાય
ઉનાળો આવતાની સાથે જ ત્વચા અને વાળની વિવિધ સમસ્યાઓ ઉત્પન્ન થવા માંડે છે. ધોમધખતા તાપમાં મહિલાઓ ઘરની બહાર નીકળતી વખતે ચહેરા પર તો સનસ્ક્રીન લગાડી લે છે, પરંતુ મોટે ભાગે વાળ પ્રત્યે બેદરકાર રહે છે. પરિણામે ખોડો, તૈલી વાળ, વાળ ખરવા, જૂ-લીખ, દ્વિમુખી વાળ વગેરે તકલીફો ઊભી થાય છે. આ ઋતુમાં વાળની વિશેષ કાળજી રાખી શકાય એ માટેની કેટલીક ટિપ્સ અહીં આપી છે.

