રાજકોટની સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલમાં દર્દીઓની હાલત દયનીય બની છે. હોસ્પિટલના એક વોર્ડમાં 12બેડ સામે માત્ર બે પંખા હોવાથી મહિલા દર્દીઓ પરેશાન છે. આ સ્થિતિના કારણે દર્દીઓના સગાને ઘરેથી પંખા લાવવાની ફરજ પડી છે. આરોગ્ય વિભાગના લાખો રૂપિયાના બજેટ છતાં સુવિધાઓનો અભાવ ચિંતાજનક છે. આ પહેલાં સિવિલ હોસ્પિટલમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.
મીડિયાના અહેવાલ બાદ તાત્કાલિક પંખા રીપેર કરાયા
હોસ્પિટલના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ નરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું કે, મીડિયાના અહેવાલ બાદ તાત્કાલિક પંખા રીપેર કરાયા છે. સવાલ એ છે કે, દર વખતે મીડિયાના દબાણ બાદ જ હોસ્પિટલ તંત્ર કેમ જાગે છે. તો બીજી તરફ એ પણ સવાલ ઉભા થયા હતા કે સરકારી સિવિલ હોસ્પિટલ હોય કે પદ્મા કુવરબા હોસ્પિટલ હોય કે પછી જનાના હોસ્પિટલ વારંવાર દર્દીઓ પરેશાન થાય છે.