અમરેલી તાલુકાના વાંકીયા ગામમાં ખેતીકામ કરતા પરપ્રાંતીય ખેતમજૂરે પોતાની જ પત્નીની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. પોતાની પત્નીના અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાની શંકા રાખીને શ્રમિકે પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી ગઇ પૂછરપછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

