Home / Business : India's GDP: GDP grew at the rate of 6.5 percent in the financial year 2025, the economy grew at the rate of 7.4% in the fourth quarter

GDP: નાણાકીય વર્ષ-2025માં ભારતનો GDP 6.5 ટકાના દરે વધ્યો, ચોથા ક્વાર્ટરમાં અર્થતંત્ર 7.4%ના દરે વધ્યું 

GDP: નાણાકીય વર્ષ-2025માં ભારતનો GDP 6.5 ટકાના દરે વધ્યો, ચોથા ક્વાર્ટરમાં અર્થતંત્ર 7.4%ના દરે વધ્યું 

India GDP Growth : વિશ્વના ચોથા નંબરનું અર્થતંત્ર બનવા અગ્રસર ભારતના જીડીપી ગ્રોથના આંકડાઓ સામે આવ્યા છે. તાજેતરમાં જ સમાપ્ત થતા નાણાકીય વર્ષ-2024-25માં ભારતીય અર્થવ્યવસ્થા વાસ્તવિક રીતે 6.5 ટકા વધ્યો, જ્યારે ચોથા ત્રિમાસિકમાં અર્થતંત્ર 7.4 ટકા રહ્યો હતો.  સ્ટેટીસ્ટિક મિનિસ્ટ્રીના સત્તાવાર આંકડાઓથી શુક્રવારે એવી જાણકારી મળી હતી કે, દેશનું અર્થંતંત્ર વર્ષ-2024-25માં 6.5 ટકાના દરેથી વધ્યો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ-2024-25 માટે 6.5 ટકા જીડીપી વૃદ્ધિદરનો અનુમાન લગાવ્યો હતો. જો કે, 2023-24માં ભારતના જીડીપીમાં 9.2 ટકાનો વધારો થયો હતો, અને આ સૌથી વધતી પ્રમુખ અર્થવ્યવસ્થા બની. સત્તાવાર આંકડાઓ પ્રમાણે 2021-22 અને 2022-23માં અર્થવ્યવસ્થા ક્રમશ: 8.7 ટકા અને 7.2 ટકાના દરે વધી.

દેશના નાણામંત્રાલયે માર્ચ-2025માં એક રિપોર્ટમાં અનુમાન લગાવ્યો હતો કે, ઘણી બધા બહારના વિઘ્નો છતાં દેશનો જીડીપી FY25માં 6.5 ટકાનો વૃદ્ધિ દર મેળવ્યો હતો. નાણામંત્રાલયના માસિક રિપોર્ટમાં કહેવાયું કે, ગત ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થાનું પ્રદર્શન સપ્લાય સાઈડમાં એગ્રિકલ્ચર અને સર્વિસ સેકટરના મજૂબૂત પ્રદર્શન અને ડિમાન્ડ સાઈડમાં કન્સેપ્શન એન્ડ કોર મર્ચન્ટ સર્વિસના આયાતથી સતત વધારાથી પ્રેરિત હતો. 

 

શુક્રવારે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના સત્તાવાર GDP વૃદ્ધિના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા હતા. આ ક્વાર્ટર દરમિયાન અર્થતંત્રમાં 7.4 ટકાનો વધારો થયો હતો. દેશની અર્થવ્યવસ્થાએ એપ્રિલ-જૂન, જુલાઈ-સપ્ટેમ્બર અને ઑક્ટોબર-ડિસેમ્બર-2024 ક્વાર્ટર દરમિયાન અનુક્રમે 6.7 ટકા, 5.6 ટકા અને 6.2 ટકાનો વિકાસ દર નોંધાવ્યો છે. 

દેશના કેન્દ્રીય અને વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારત આગામી 30 વર્ષ સુધી વિશ્વમાં સૌથી ઝડપથી અર્થવ્યવસ્થા બની રહેશે. પ્રધાન પીયૂષ ગોયલે સીઆઈઆઈના વાર્ષિક કાર્યક્રમમાં જણાવ્યું કે, દેશના 6.7 ટકાનો સ્થિર વૃદ્ધિ દર યથાવત્ રહેશે અને સ્થિર મૂલ્યો પર આને 8 ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય છે. તેઓએ જણાવ્યું કે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતા ભારત સૌથી વધુ સારું પ્રદર્શન કરનાર ઉભરતી બજારમાંનો એક બન્યો છે.

Related News

Icon