મુંબઈની એક સેશન્સ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન ચુકાદો આપ્યો છે કે રાત્રે કોઈ અજાણી મહિલાને 'તું પાતળી, ખૂબ જ સ્માર્ટ અને ગોરી દેખાય છે, મને તું ગમે છે' જેવા સંદેશા મોકલવા એ અશ્લીલતા સમાન છે. એડિશનલ સેશન્સ જજ (દિંડોશી) ડીજી ધોબલેએ ભૂતપૂર્વ કાઉન્સિલરને વોટ્સએપ પર અશ્લીલ સંદેશા મોકલવા બદલ ધરપકડ કરાયેલા એક વ્યક્તિની સજાને સમર્થન આપતી વખતે આ અવલોકનો કર્યા હતા. કોર્ટે 18 ફેબ્રુઆરીના રોજ આપેલા આદેશમાં ઉપરોક્ત વાત કહી હતી.

