S&P Global Ratings એ ચાલુ નાણાકીય વર્ષ 2025-26 (FY26) માટે ભારતના આર્થિક વિકાસ દર (GDP ગ્રોથ) ની આગાહીમાં વધારો કર્યો છે. હવે એજન્સીને અપેક્ષા છે કે દેશનો GDP 6.5 ટકાના દરે વધશે. ગયા મહિનાની તુલનામાં આ અંદાજમાં સુધારો થયો છે, જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 6.3 ટકા કરવામાં આવ્યું હતું. S&P એ તેના નવા "એશિયા-પેસિફિક ઇકોનોમિક આઉટલુક" રિપોર્ટમાં આ અંદાજ જાહેર કર્યો છે. એજન્સીનું કહેવું છે કે ભારતમાં સ્થાનિક માંગ મજબૂત રહે છે, જે વૈશ્વિક પડકારો છતાં દેશના અર્થતંત્રને ગતિ આપે છે.

