Home / Sports / Hindi : This match winning player of MI is out of IPL 2025

IPL 2025 / મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો, ટૂર્નામેન્ટમાંથી બહાર થયો આ મેચ વિનર ખેલાડી

IPL 2025 / મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો, ટૂર્નામેન્ટમાંથી બહાર થયો આ મેચ વિનર ખેલાડી

મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને IPL 2025માં 24 વર્ષીય લેફ્ટ આર્મ સ્પિનર ​​વિગ્નેશ પુથુર (Vignesh Puthur) ના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે, જે ઈજાને કારણે બાકીની સિઝનમાંથી બહાર થઈ ગયો છે. આ વિગ્નેશ પુથુર (Vignesh Puthur) ની પહેલી IPL સિઝન હતી, જેમાં તેણે પોતાની પહેલી જ મેચમાં શાનદાર બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. વિગ્નેશ પુથુર બહાર થયા બાદ MI એ તેના સ્થાને રિપ્લેસમેન્ટ ખેલાડીનું નામ પણ જાહેર કર્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

MIની ટીમમાં વિગ્નેશની જગ્યાએ રઘુ શર્માનો સમાવેશ

વિગ્નેશ પુથુર (Vignesh Puthur) બહાર થતાં, MI એ હવે IPL 2025ની બાકીની મેચ માટે લેગ-સ્પિનર ​​રઘુ શર્માને તેની ટીમમાં સ્થાન આપ્યું છે. રઘુએ પંજાબ અને પુડુચેરી માટે ઘરેલુ ક્રિકેટ રમ્યું છે, તેણે 11 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 19.59ની એવરેજથી કુલ 57 વિકેટ લીધી છે, જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 56 રનમાં 7 વિકેટ છે. જ્યારે રઘુ શર્માએ લિસ્ટ-એ ક્રિકેટમાં 9 મેચોમાં 14 વિકેટ લીધી છે. રઘુએ અત્યાર સુધીમાં ત્રણ T20 મેચ પણ રમી છે અને તેમાં ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. MIની ટીમે રઘુ શર્માને તેની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા પર પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. જો આપણે વિગ્નેશ પુથુર (Vignesh Puthur) ની વાત કરીએ તો, તેણે કુલ 5 મેચ રમી જેમાં તે 18.17ની એવરેજથી 6 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

મુંબઈનો આગામી મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે

હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળ IPL 2025માં રમી રહેલી MI માટે શરૂઆતની કેટલીક મેચો અપેક્ષા મુજબ નહતી રહી, પરંતુ છેલ્લી 5 મેચોમાં સતત જીત સાથે, મુંબઈની ટીમે શાનદાર વાપસી કરી છે, જેમાં તેને પ્લેઓફમાં પહોંચવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે. MI આ સિઝનમાં પોતાની આગામી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) સામે રમશે જે આજે એટલે કે1 મેના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. MIની ટીમ હાલમાં 10 મેચમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે.

Related News

Icon