દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેની પોતાની કાર હોય, પરંતુ ઘણી વખત આર્થિક સમસ્યાઓના કારણે લોકો નવી કાર ખરીદી શકતા નથી. આવી સ્થિતિમાં સેકન્ડ હેન્ડ કાર Second hand car એક સારો વિકલ્પ બની જાય છે. આ દિવસોમાં સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. જો કે સેકન્ડ હેન્ડ કાર Second hand car ખરીદતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે થોડી પણ બેદરકારીથી લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

