પીસી અને લેપટોપ યુઝર્સ માટે સરકારે ચેતવણી જારી કરી છે. જો તમે વિન્ડોઝ 10, વિન્ડોઝ 11 અથવા માઈક્રોસોફ્ટ ઓફિસનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે તરત જ સતર્ક થવાની જરૂર છે. CERT-In એ યુઝર્સને એલર્ટ જારી કરીને કહ્યું છે કે, Microsoft Windows પ્રોડક્ટ્સ ઉપર સિક્યોરિટી બાયપાસ એટલે કે એક પ્રકારનું હેકિંગનું જોખમ છે. યુઝર્સના લેપટોપ અથવા પીસીને હેકર્સ સરળતાથી કંટ્રોલ કરી શકે છે. CERT-In એ આ ખતરાને ખૂબ જ ગંભીર એટલે કે ક્રિટિકલ કેટેગરીમાં રાખ્યો છે.

