
IPL 2025 ની 30મી મેચ 14 એપ્રિલના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈની ટીમ છેલ્લી ઓવરોમાં એમએસ ધોનીની વિસ્ફોટક બેટિંગને કારણે ત્રણ બોલ બાકી રહેતા પાંચ વિકેટથી જીત મેળવવામાં સફળ રહી. મેચ દરમિયાન માહીએ એક મોટી સિદ્ધિ પણ મેળવી. તે IPLના ઇતિહાસમાં 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ મેળવનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે. ધોનીની હાલની ઉંમર ૪૩ વર્ષ અને ૨૮૨ દિવસ છે.
લખનૌમાં ધોનીનો ધમાકો જોવા મળ્યો
છેલ્લી મેચમાં ધોનીના પ્રદર્શનની વાત કરીએ તો, લક્ષ્યનો પીછો કરતી વખતે સાતમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. આ મેચમાં ૧૧ બોલનો સામનો કરતા ૨૩૬.૩૬ ના સ્ટ્રાઇક રેટથી અણનમ ૨૬ રન બનાવવામાં સફળ રહ્યો. આ સમયગાળા દરમિયાન તેના બેટમાંથી ચાર ચોગ્ગા અને એક ગગનચુંબી છગ્ગો જોવા મળ્યો.
ધોનીની આઈપીએલ કારકિર્દી
મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાં કુલ 271 મેચ રમતા 236 ઇનિંગ્સમાં 39.22 ની સરેરાશથી 5373 રન બનાવ્યા છે. આઈપીએલમાં તેના નામે 24 અડધી સદી છે. તેનો વ્યક્તિગત શ્રેષ્ઠ બેટિંગ સ્કોર ૮૪ રન છે. IPLમાં ધોનીના બેટમાંથી 373 ચોગ્ગા અને 260 છગ્ગા નીકળ્યા છે.
IPLમાં 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ મેળવનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી
૪૩ વર્ષ અને ૨૮૦ દિવસ - એમએસ ધોની - વિરુદ્ધ એલએસજી - લખનૌ - ૨૦૨૫
૪૨ વર્ષ અને ૨૦૮ દિવસ - પ્રવિણ તાંબે - વિરુદ્ધ કેકેઆર - અમદાવાદ - ૨૦૧૪
૪૨ વર્ષ અને ૧૯૮ દિવસ - પ્રવિણ તાંબે - વિરુદ્ધ આરસીબી - અબુ ધાબી - ૨૦૧૪
વસ્તવમાં લખનઉની બેટિંગ દરમિયાન જ્યારે ધોનીએ રવિન્દ્ર જાડેજાના બોલ પર આયુષ બદોનીને સ્ટમ્પ આઉટ કર્યો, ત્યારે તે ટૂર્નામેન્ટમાં 200મો શિકાર કરનાર મેગા ઈવેન્ટનો પ્રથમ વિકેટકીપર બની ગયો. તેના પછી બીજા નંબરે IPLમાંથી સંન્યાસ લઈ ચૂકેલ દિનેશ કાર્તિક છે, જેના ખાતામાં 182 શિકાર છે. એનો અર્થ એ કે ધોનીને દૂર-દૂર સુધી કોઈ પડકાર નથી. ચાલો જાણીએ કે IPLના ઇતિહાસમાં સૌથી વધુ શિકાર કરનારા ટોપ-5 વિકેટકીપર કોણ છે.
ખેલાડી | આઉટ | કેચ | સ્ટમ્પ |
એમએસ ધોની | 200 | 154 | 46 |
દિનેશ કાર્તિક | 182 | 145 | 37 |
એબી ડી વિલિયર્સ | 126 | 118 | 8 |
રોબિન ઉથપ્પા | 124 | 92 | 32 |
રિદ્ધિમાન સાહા | 118 | 92 | 26 |