
આઈપીએલ-2025માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી છે. તમામ ખેલાડીઓ અને એમ્પાયરો કાળી પટ્ટી હેરીને મેદાનમાં ઉતર્યા છે. આ સાથે તમામે બે મિનિટનું મૌન પાળ્યું છે. મેચમાં મુંબઈના કેપ્ટન હાર્ડિક પંડ્યાએ ટોસ જીત્યો છે અને તેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
https://twitter.com/IPL/status/1915044797867589655
BCCIએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કર્યા ચાર ફેરફાર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજની મેચને લઈને ચાર મોટા ફેરફાર કર્યા છે.
1.. આજની આઈપીએલ મેચ દરમિયાન તમામ ખેલાડીઓ અને એમ્પાયરો કાળી પટ્ટી પહેરીને ઉતર્યા છે.
2.. પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાજલિ આપવા માટે મેચ શરૂ થયા પહેલા એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું છે.
3... હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શરૂ થયેલી મેચમાં કોઈપણ ચીયરલીડર્સ નથી.
4... આજની મેચમાં કોઈપણ પ્રકારના આતશબાજી થશે નહીં.
https://twitter.com/Breakingbadd17/status/1915042622034546788
https://twitter.com/IPL/status/1915044797867589655
હાર્દિક પંડ્યા અને પેટ કમિન્સે હુમલાની ઘટનાને વખોડી
ટોસ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ પહેલગામ હુમલાની ઘટનાને વખોડી, દ:ખ વ્યક્ત કરતા કહ્યું, 'જે પરિવારે તેમના પ્રિય સભ્યોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરૂ છું. હું અને મારી ટીમ પહેલગામના અતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, અને અમે પીડિતોના પરિવાર અને દેશ સાથે છીએ'
સનરાઈઝરના કેપ્ટન પેટ કમિન્સે પણ ઘટનાને વખોડી, આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
આતંકી હુમલામાં 28 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓએ ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) ભયાનક હુમલો કર્યો હતો. પાંચ આતંકવાદીઓ ત્યાંના રિસોર્ટમાં ઘૂસી ગયા અને એક પછી એક પ્રવાસીઓ પર ગોળીબાર શરુ કરી દીધો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ અને ધર્મ પૂછ્યા પછી તેમને ગોળી ધરબી દીધી. આતંકવાદીઓએ લગભગ 20થી 25 મિનિટ સુધી આ ખૂની ખેલ ખેલ્યો અને પછી જંગલ તરફ નાસી છૂટ્યા. આ હુમલામાં 28 લોકોના મોત થયા. પહેલગામમાં થયેલા આ ભયાનક નરસંહાર બાદ લોકોમાં ભયનો માહોલ છે.