ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ બન્ને દેશો વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ રોકી શકાયુ નથી. આ વચ્ચે ચીન અને અમેરિકાની એન્ટ્રી થઇ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનના લોકોને શહેર ખાલી કરવા કહ્યું છે. બીજી તરફ ચીને કહ્યું કે બન્ને દેશો સાથે વાતચીત કરી છે.
ઇરાનનો મોસાદના હેડક્વાર્ટર પર હુમલાનો પ્રયાસ
ઇઝરાયેલી સેના દ્વારા ઇરાનના આર્મી ચીફને મારવાના દાવા બાદ ઇરાન તરફથી ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. ઇરાનના ઓબ્ઝર્વર અનુસાર ઇરાનની સેનાએ ઇઝરાયેલની જાસુસી એજન્સી મોસાદના હેડક્વાર્ટર પર હુમલો કર્યો છે.આ હુમલાનો વીડિયો પણ જાહેર કરાયો છે. ઇરાન ઓબ્ઝર્વરે પોતાના એક્સ એકાઉન્ટ પર આ વીડિયોને પોસ્ટ કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયેલની જાસુસી એજન્સી પર સ્પષ્ટ હુમલાનો આ વીડિયો છે જેમાં બે, ત્રણ બિલ્ડિંગ પરથી હુમલા બાદ કાળો ધુમાડો જોવા મળી રહ્યો છે.
ઇરાને ઇઝરાયેલમાં ચાર જગ્યાએ છોડી મિસાઇલ
ઇરાને ફરી એક વખત ઇઝરાયેલ પર હુમલો કર્યો છે. ઇરાને ચાર જગ્યાએ મિસાઇલથી હુમલો કર્યો છે. ઇરાનના હુમલાની ઇઝરાયેલના હર્જલિયામાં એક આઠ માળની બિલ્ડિંગને નુકસાન થયું હતું જ્યારે એક ખાલી બસમાં આગ લાગી હતી.
ઇરાને સીઝ ફાયર માટે સંપર્ક કર્યો નથી- ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમને સીઝ ફાયરને લઇને ઇરાનનો સંપર્ક કર્યો નથી. ટ્રમ્પે કહ્યું કે, જો ઇરાને વાત કરવી છે તો મારો સંપર્ક કરવો જોઇએ. સીઝ ફાયરને લઇને જે ડિલ હતી તેને ઇરાને સ્વીકારવી જોઇએ તેનાથી કેટલાક જીવ બચી શકતા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇરાન સાથે વાતચીત માટે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને પોતાના મિડલ ઇસ્ટના રાજદૂત સ્ટીવ વિટકૉફને મોકલી શકે છે.