પ્રેમના દિવસથી પ્રચલિત વેલેન્ટાઇન ડેની ખાસ ઉજવણીના ભાગરુપે અમદાવાદમાં નિ:શબ્દ પ્રેમની અનેક અનૂભુતિને વાચા આપવાની એક ઈવેન્ટ યોજવામાં આવી હતી. જેમાં લેખક, વક્તા જય વસાવડા અને અભિનેત્રી, ફિટનેસ કોચ સપના વ્યાસ દ્વારા ઓડિયન્સ સાથે હળી મળીને જીવનના વિભિન્ન પાસાઓ પર વિચારોની આપલે કરવામાં આવી હતી.

