
વડોદરામાં ફરી એક વખત સાયબર માફિયાઓ બેફામ છે. સાયબર માફિયાઓએ એક વૃદ્ધાને ડીજીટલ એરેસ્ટ કરી એક કરોડ 89 લાખ રૂપિયા પડાવ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી વૃદ્ધાને સાયબર માફિયાઓએ ચાઈલ્ડ પોર્નોગ્રાફી વેબસાઈટના રેકેટમાં તમારુ નામ ખુલ્યું છે. તેમ કહીને સાયબર ફ્રોડની શિકાર બનાવી હતી.
સાત મહિના સુધી વૃદ્ધાને મેન્ટલી ટોર્ચર કરવામાં આવી
ગત ઓગસ્ટ 2024થી લઇ ને એપ્રિલ 2025 સુધી મહિલા ડીજીટલ એરેસ્ટનો ભોગ બની હતી. સાત મહિના સુધી વૃદ્ધાને મેન્ટલી ટોર્ચર કરવામાં આવી હતી..તેમજ તબક્કાવાર રૂપિયા 1 કરોડ 89 લાખ પડાવી લીધા.
એક કરોડથી વધુ પડાવી લીધા
સાયબર માફિયાઓએ વૃદ્ધાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ માંથી વિક્રમ સિંહ બોલું છું તેમ કહી પોનોગ્રાફીના મામલા માં ધમકાવી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા.આખરે સાયબર ઠગોનો ભોગ બનેલી વૃદ્ધાએ વડોદરા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.