દક્ષિણ ગુજરાત જાણે અભ્યારણ્ય બની ગયું હોય તેમ છાસવારે દીપડાઓ દેખાઈ રહ્યાં છે. ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામમાં વારંવાર દીપડાના દર્શન થતા હતા. સ્થાનિક રહીશોએ વન વિભાગને પાંજરું મૂકવાની રજૂઆત કરી હતી. અલ્પેશભાઈ પટેલના ખેતરમાં મૂકવામાં આવેલા પાંજરામાં આશરે 5 વર્ષની ઉંમરનો દીપડો પકડાયો છે. વેટરનરી ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા દીપડો સ્વસ્થ જણાયો છે. વન વિભાગે તેને જંગલમાં છોડવાની કાર્યવાહી શરૂ કરી છે.

