રાઈનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે. અથાણા, ઢોકળા, સાંભર, પોહા, નારિયેળની ચટણી, દાળ વગેરે જેવી દરેક ચટાકેદાર વાનગીમાં પણ વઘાર માટે રાઈનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈનો વઘાર કરવાથી કોઈ પણ વાનગીના સ્વાદ ડબલ થઈ જાય છે. પરંતુ તમને જણાવી દઈએ તે રાઈ ફક્ત વઘાર માટે જ ઉપયોગમાં નથી લેવામાં આવતી. તેમાં પરેલા ઔષધીય ગુણોથી માથાનો દુખાવો અને અપચાથી લઈને માંસપેસીઓમાં દુઃખાવો, દાદ અને શ્વાસની બિમારીઓ વગેરે જેવી ઢગલાબંધ બીમારીઓમાં રાહત મળી શકે છે. અહીં જાણો તેના ફાયદાઓ...

