સીતાફળમાં કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર, વિટામિન સી, વિટામિન બી6 અને પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હોય છે. આ તમામ પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને રોગો સામે રક્ષણ આપવામાં અસરકારક સાબિત થઈ શકે છે. સીતાફળનું નિયમિત સેવન હૃદયના સ્વાસ્થ્યને અદ્ભુત લાભ આપી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સીતાફળ વજન ઘટાડવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. આ લીલા ફળનો આહારમાં સમાવેશ કરવાથી હૃદયથી લઈને મગજ સુધી સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. જાણો તેના અદ્ભુત ફાયદા.

