આજના સમયમાં મોટા ભાગનું કામ ડિજીટલ રીતે થાય છે અને આ જ કારણ છે કે સ્માર્ટફોન, ટેબલેટ અને લેપટોપ જેવા ઉપકરણોનો ઉપયોગ મર્યાદાથી વધી ગયો છે. જેના કારણે લોકોનો સ્ક્રીન ટાઈમ કલાકો સુધી પહોંચી ગયો છે. બાળકો પણ આ ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે અને કલાકો સુધી સ્ક્રીનને જોઈ રહ્યા છે. આવું કરવું બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે માતા-પિતા છો, તો તમારે તમારા બાળકના સ્ક્રીન ટાઈમ પર વિશેષ ધ્યાન આપવું પડશે, જેથી તે કોઈ સમસ્યાનો શિકાર ન બને.

