
હવામાન વિભાગની આગાહી પ્રમાણે માવઠું વાવાઝોડા સાથે આવ્યું હતું. જેથી છોટાઉદેપુર જિલ્લામાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે. વીજ પુરવઠો ખોરવાયો મધ્યગુજરાત વીજકંપનીના અધિકારીઓની નિષ્કાળજીના કારણે લાખો લોકો છોટાઉદેપુર જિલ્લામાં અંધારામાં જીવવા માટે મજબૂર બન્યા છે. ફુંકાયેલા વાવાઝોડામાં વીજપુરવઠો ચાલુ કરવામાં મધ્ય ગુજરાત વીજ કંપની નિષ્ફળ રહી જ્યારે અધિકારીઓ પણ હેડક્વાટર ઉપર હાજર રહ્યા ના હતા.અનેક રસ્તાઓ પર વૃક્ષો ધરાશે થયા તેને હટાવવાની વનવિભાગના અધિકારીઓએ રાત્રે કામગીરી કરી હતી
ખેડૂતોને નુકસાન
છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં તીવ્ર ગતિએ ફુંકાયેલા વાવાઝોડામાં ખેતીમાં ભારે નુકસાન થયું છે. છોટાઉદેપુર જિલ્લામાં ગતરાત્રિએ વાવાઝોડા સાથે વરસાદ પડતા તલ દિવેલા અને મકાઈના પાકમાં ભારે નુકસાન થયું છે. તલના પાકમાં છોડ ઉભા હતા તેના ઉપર ફુલ આવી ગયા હતા વાવાઝોડામાં તલનો પાક જમીન થઈ ગયો છે. આ સ્થિતિ બાજરીની પાક ની પણ છે. ખેડૂતોએ લાખો રૂપિયા ખર્ચ કરી અને ખેતી તૈયાર કરી હતી તેવા સમયે વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડીની કમ્મર તોડી નાખી છે.
કેરી પકવતા ખેડૂતો માથે આભ તૂટી પડ્યું
છોટાઉદેપુર જિલ્લાની અનેક આંબાની વાડીઓમાં કેરીમાં નુકશાની થઈ છે. નસવાડીમા 100 જેટલા આંબા વાડીઓમા કેરી ઓ વાવાઝોડા ને લઈ ખરી પડતા મોટુ નુકશાન થયું છે. કેરી વાડીઓ ઉચ્ચક રાખેલા ખેડૂત ના માથે આભ તૂટી પડ્યું છે. અલગ અલગ જાત ની કેરીના પાક જમીન પર પડતા ખેડૂત ને મોટુ નુકશાન થયું છે.