Home / World : 'Dirty Harry' sentenced to 20 years in US for death of Dingucha's family

US/ ડિંગુચાના પરિવારનું અમેરિકા જતાં થયેલા મૃત્યુ કેસમાં ગુજરાતી 'ડર્ટી હેરી'ને 20 વર્ષની સજા

US/ ડિંગુચાના પરિવારનું અમેરિકા જતાં થયેલા મૃત્યુ કેસમાં ગુજરાતી 'ડર્ટી હેરી'ને 20 વર્ષની સજા

Gujarat News: ગુજરાતના ડિંગુચાનો પટેલ પરિવાર કેનેડિયન સરહદેથી ગેરકાયદે રીતે સરહદ પાર કરવા જતા ઠંડીમાં ઠૂંઠવાઈને મૃત્યુ પામ્યા હતા. માનવ તસ્કરીના આ કેસમાં ગુજરાતી મૂળના કથિત રિંગ લીડર હર્ષકુમાર રમણલાલ પટેલને ફેડરલ પ્રોસિક્યુટરોએ 20 વર્ષની સજાની ભલામણ કરી છે. આ સિવાય તેને સાથ આપનારા તેના ડ્રાઈવર સ્ટીવ એન્થની શેન્ડને 11 વર્ષની સજાની ભલામણ કરવામાં આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગેરકાયદે અમેરિકામાં ઘુસવાના પ્રયાસમાં થયા મોત
પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે, ગુજરાતી મૂળનો અમેરિકન તથા ડર્ટી હેરીના નામથી જાણીતા હર્ષ પટેલ ભારતથી લોકોને સ્ટુડન્ટ વિઝા પર કેનેડા લાવતા હતા અને પછી ત્યાંથી અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરાવતા હતા. આમ તેઓ ભારતીયોને કેનેડા લાવે ત્યાં સુધીની બધી જ પ્રક્રિયા કાયદેસરની રહેતી હતી. કેનેડાથી અમેરિકા જ ગેરકાયદે ઘૂસણખોરી કરવામાં આવતી હતી. હર્ષ પટેલના માનવ તસ્કરીના આ કાવતરાનો ભોગ ગુજરાતના ડીંગુચાના 39 વર્ષીય જગદીશ પટેલ 35 વર્ષીય પત્ની વૈશાલી પટેલ, 11 વર્ષની પુત્રી વિહંગી અને ત્રણ વર્ષનો પુત્ર ધાર્મિક બન્યા હતા. આ તમામના ઠંડીથી ઠૂંઠવાઈને મોત થયા હતા. 

વાડમાં મૃત હાલતમાં મળી આવી હતી પરીણિતા
રોયલ કેનેડિયન પોલીસને 19 જાન્યુઆરી 2022ના રોજ મેનિટોબા અને મિનેસોટા વચ્ચે તેમના થીજી ગયેલા મૃતદેહ મળ્યા હતા. આ દંપતિ શાળામાં શિક્ષક તરીકે કામ કરતું હતું. બીજા ગામવાસીઓની જેમ તે પણ સારા જીવનની તલાશમાં વિદેશ જવા નીકળ્યા હતા, પરંતુ તેમને અધવચ્ચે જ મૃત્યુ મળ્યું. વકીલ માઇકલ મેકબ્રાઈટે તેની નોંધમાં જણાવ્યું હતું કે, ધાર્મિકના ચહેરાને કાતિલ બરફીલા પવનથી બચાવવા જતાં જગદીશભાઈનું મોત થયું હતું. વિહંગીએ નાના બાળક માટે કાતિલ ઠંડીનો સામનો કરવા માટે અપૂરતા કહી શકાય તેવા બૂટ અને ગ્લોવ્સ પહેર્યા હતા. જ્યારે માતા વૈશાલી વાડ પર મૃત્યુ પામેલી સ્થિતિમાં મળી આવી હતી, તે ચોક્કસપણે ઠંડીથી બચવા ત્યાં ગઈ હશે. આ સમયે નજીકનું વેધર સ્ટેશન -38 ડિગ્રી તાપમાન બતાવતું હતું.

કાતિલ ઠંડી વચ્ચે ચાલીને સરહદ વટાવવાના પ્રયાસમાં સાતને જ સફળતા મળી હતી, પરંતુ શેન્ડની વાન સુધી બે જણ જ પહોંચી શક્યા હતા. બચી ગયેલી એક મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવી પડી હતી, કારણ કે તેને હિમડંખ લાગ્યો હતો અને હાઈપોથર્મિયા થયો હતો. આ સિવાય બચી ગયેલી બીજી વ્યક્તિએ જણાવ્યું હતું કે તેણે તેના જીવનમાં ક્યારેય બરફ જોયો ન હતો. આ ઉપરાંત દાણચોરોએ તેમને પૂરતા પ્રમાણમાં ઠંડીના વસ્ત્રો ન આપતા તેમની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. પટેલના વકીલે જણાવ્યું હતું કે તેની સામેના પુરાવા અપૂરતા છે. જ્યારે શેન્ડના વકીલે તેને 27 મહિનાની જ સજા થાય તેવી વિનંતી કરી હતી.

 

Related News

Icon