
વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા વૃક્ષો અને છોડનો ઉલ્લેખ છે જે ઘરની આસપાસ લગાવવાથી સકારાત્મકતા વધે છે. મની પ્લાન્ટ પણ તેમાંથી એક છે, જે પોતાની તરફ સકારાત્મકતા આકર્ષવાની શક્તિ ધરાવે છે. વૃક્ષો અને છોડ આપણા જીવન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. ઘણા લોકો ઘરમાં મની પ્લાન્ટ લગાવે છે, પરંતુ તેઓ નથી જાણતા કે વાસ્તુ અનુસાર ઘરમાં કયો મની પ્લાન્ટ લગાવવો શુભ છે અને કયો ન લગાવવો જોઈએ. ઘરમાં ખોટો મની પ્લાન્ટ લગાવવાથી સમસ્યા પણ થઈ શકે છે, તેથી યોગ્ય છોડની પસંદગી કરવી જરૂરી છે.
ઘરમાં કયો મની પ્લાન્ટ લગાવવો જોઈએ?
મની પ્લાન્ટના વિવિધ પ્રકારો છે, જેમાં પાંદડાનું કદ અને રંગમાં અલગ અલ્ઘોય છે. ઘરમાં મની પ્લાન્ટ લગાવતી વખતે તેના કદ અને રંગનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
જો તમે તમારા ઘરમાં મની પ્લાન્ટ લગાવી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે તમારે મોટા અને ઘેરા લીલા પાંદડાવાળા મની પ્લાન્ટની પસંદગી કરવી જોઈએ. ઘરમાં નાના છોડ ન લગાવવા જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જે મની પ્લાન્ટના પાંદડા ઘેરા લીલા હોય છે તે ઘરમાં ધન વધારવામાં મદદ કરે છે. જ્યારે આછો લીલો રંગ અને સફેદ દાગવાળો મની પ્લાન્ટ ધનના આગમનમાં અવરોધ ઉભો કરી શકે છે.
ઘરમાં હંમેશા એવો મની પ્લાન્ટ લગાવો જેની વેલા સંપૂર્ણ રીતે ફેલાયેલી હોય, કારણ કે આવો છોડ દેવી લક્ષ્મીની સ્થિરતા દર્શાવે છે અને ઘરમાં સંપત્તિ વધારવામાં મદદ કરે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.