
''જે ગૃહસ્થ હોય તેમણે માતા - પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવન પર્યત પોતાના સામર્થ્ય પ્રમાણે અવશ્ય કરવી.''
'મર્ધસ ડે'ની ઉજવણી સમગ્ર વિશ્વમાં માતાના સન્માન માટે કરવામાં આવે છે. 'મર્ધસ ડે'ની ઉજવણીનો પ્રારંભ યુનાઈટેડ સ્ટેટમાંથી થઈ હતી તેમ માનવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં મે મહિનામાં જુદા જુદા દિવસે પણ 'મર્ધસ ડે' ઉજવાય છે. પરંતુ આપણા ભારતમાં મે મહિના બીજા રવિવારે હર્ષ ઉલ્લાસ અને હર્દયથી માતા પ્રત્યેની ઉર્મિઓ દ્વારા 'મર્ધસ ડે'ની ઉજવણી કરવામાં આવે છે.
આ પૃથ્વી ઉપર લાવનાર 'મા' માટે તેનો આભાર તો માનવો જ પડે ને. માતાએ સંતોનોનો ઉછેર, સંસ્કાર, સિંચન માટે જે કાંઈ ભોગ આપ્યો છે એ બદલ તેનું ઋણ તો અદા કરવું જ રહ્યું, નહીં તો સંતાનો કૃતઘ્ની કહેવાય. આજે પણ ઘણા યુવાનો માતાનો પડતો બોલ ઝીલે છે, માતાને નિત્ય પગે લાગે છે, માતા બિમાર પડે તો રાત્રી દિવસ સેવા કરે છે. માતાને મંદિરે ભગવાનના દર્શને લઈ જાય છે. માતાની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરે છે. ખરેખર, જે સંતાનો આવી રીતે માતાની કદર કરતાં હોય તો તે ધન્યવાદને પાત્ર છે. ભારતના સંતાનોએ 'મર્ધસ ડે' પ્રસંગે શ્રવણ કુમારની ભક્તિને આંખ સામે રાખવાની છે.
હા, આજનો યુવાનો મર્ધસ ડે જરૂરથી ઉજવે, ઉજવવો જ જોઈએ, પરંતુ સદાય એકવાત યાદ રહે કે, આપણે ભારતીય છે અને દરેક ભારતીય માટે ''એવરી ડે, પેરેન્ટસ ડે'' અને હા, શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહેલા આ વચનો ખાસ હર્દયમાં ઉતારી રાખવા જેવા છે.