
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે મહિલા અનામત અંગે મોટી જાહેરાત કરી છે. ચૂંટણી પહેલા લોકોને રિઝવવા માટેના સરકાર પ્રયાસો કરી રહી હોય તેમ મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી છે કે, બિહાર રાજ્યની વતની મહિલાઓને હવે રાજ્યમાં તમામ સરકારી સેવાઓ, કેડર અને તમામ સ્તરે પોસ્ટ્સમાં સીધી નિમણૂકમાં 35% અનામત આપવામાં આવશે. આ અનામત તમામ પ્રકારની સરકારી નોકરીઓ પર લાગુ પડશે.
https://twitter.com/NitishKumar/status/1942458783827124536
સીએમ નીતિશે કહ્યું- "મને જણાવતા આનંદ થાય છે કે બિહારના યુવાનોને મહત્તમ રોજગારની તકો પૂરી પાડવા, તાલીમ આપવા અને સશક્તિકરણ અને સક્ષમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે બિહાર યુવા આયોગની રચના કરવાનો નિર્ણય લીધો છે. જેને આજે કેબિનેટ મંજૂરી આપી દીધી છે. આ આયોગ સમાજમાં યુવાનોના દરજ્જાને સુધારવા અને ઉત્થાન આપવા સંબંધિત તમામ બાબતો પર સરકારને સલાહ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ આયોગ યુવાનોને વધુ સારું શિક્ષણ અને રોજગાર સુનિશ્ચિત કરવા માટે સરકારી વિભાગો સાથે પણ સંકલન કરશે.