છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ વિસ્તારમાં, જ્યાં ઓરસંગ નદીમાં અચાનક આવેલા ધસમસતા પાણીના કારણે એક ગંભીર ઘટના બની છે. રેતી ભરેલી એક ટ્રક નદીના પ્રવાહમાં ફસાઈ ગયો છે. જેના કારણે સ્થાનિક વહીવટ અને રહીશોમાં ચિંતા ફેલાઈ છે. ભારે પાણી આવવાને કારણે ટ્રક પાણીમાં ફસાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં ચોમાસું જામ્યું છે ત્યારે છોટાઉદેપુરમાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં ઓચિંતા પાણી આવતા ટ્રક પલટી ગઈ છે.