Pahalgam Terrorist Attack: કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ સાડા ત્રણ વર્ષના બાળકના પિતા બિતન અધિકારીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૂળ કોલકાતાના પાટુલી વૈષ્ણવઘાટાના રહેવાસી અધિકારી થોડા વર્ષો પહેલા પોતાના પરિવાર સાથે અમેરિકાના ફ્લોરિડા સ્થાયી થયા હતા. તેઓ પોતાના પરિવાર સાથે કાશ્મીરમાં રજાઓ ગાળી રહ્યા હતા. મૃતક બિતન અધિકારીની પત્ની શોહિનીએ કહ્યું કે, 'તેણે અમને અલગ કરી દીધા. મને સમજાતું નથી કે મારા દીકરાને કેવી રીતે કહેવું કે એના પિતા આ દુનિયાને કાયમ માટે છોડી ગયા છે.'

