
Chhota udaipur જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગુંદી ગામના તળાવમાં વહેલી સવારે ન્હાવા પડેલા યુવાનની દુર્ઘટનાગ્રસ્ત રીતે તળાવમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, પાવીજેતપુરના મોટીખાંડી ગામના રહેવાસી નાયકા અનસીગં ભાઈ ભુરા ભાઈ નામના યુવાન તળાવમાં ન્હાવા ગયા હતા ત્યારે અચાનક પાણીમાં ડૂબી ગયા હતા.
રેસ્ક્યુ ઓપરેશન શરૂ
ઘટનાની જાણ થતા તાત્કાલિક છોટાઉદેપુર ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક લોકોએ પણ તંત્રને જાણ કરી તાત્કાલિક મદદની વિનંતી કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુવાનને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તળાવમાં પાણી વધુ ઊંડું અને કાદવ ભરેલું હોવાથી રેસ્ક્યુ કાર્યમાં અડચણો આવી રહી છે.
તરતાં ન આવડતાની આશંકા
પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે તળાવની ઊંડાણ અને તરવું ન આવડવાને કારણે યુવાન ડૂબી ગયો હોય તેવી શક્યતા છે. સ્થાનિક લોકોએ ઘટના જોઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને યુવકના પરિવારજનો પર શોકનું માહોલ છવાઈ ગયું છે. છોટાઉદેપુર ફાયર વિભાગ તેમજ સ્થાનિક તંત્ર ઘટના પર નજર રાખી રહી છે અને જરૂરી તમામ સહાયતા પુરી પાડવાની ખાતરી આપી છે. યુવાનની શોધખોળ માટે પ્રયાસો સતત ચાલી રહ્યા છે.