Ahmedabad News: ગુજરાતના અમદાવાદમાં મારામારી, લૂંટ, દારૂ ઝડપાયા સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે શહેરના શાહીબાગ વિસ્તારમાં નશાખોર યુવક અને TRB જવાન વચ્ચે જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. બંને વચ્ચે મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે શાહીબાગ પોલીસે ઝઘડો કરનાર યુવક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

