વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી મેના રોજ કેરળના વિઝિંજમ આંતરરાષ્ટ્રીય પોર્ટનું ઉદ્ધાટન કર્યું છે. આ કાર્યક્રમમાં મંચ પર શશી થરૂર અને કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન પણ હાજર હતા. આ મુદ્દે પણ વડાપ્રધાને વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'અહીં મુખ્યમંત્રી વિજયન પણ બેઠા છે, તે તો INDIA ગઠબંધનનો મજબૂત સ્તંભ છે. શશી થરૂર પણ બેઠા છે. આજનો આ કાર્યક્રમ અનેક લોકોની ઊંઘ ઉડાડી દેશે. જ્યાં આ મેસેજ જવાનો હતો, ત્યાં પહોંચી ગયો છે.'

