Banaskantha news: ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ સંભવિત વાવાઝોડાની અસર આવનાર સમયમાં વર્તાવવા જઈ રહી છે આ વચ્ચે મોટી ઈમારતો પર લાગેલા જોખમી હોડિંગ્સ હટાવી લેવા વિરોધ પક્ષ નેતાએ માંગ કરી છે.
ગુજરાતભરમાં પ્રી-મોન્સૂનની કામગીરી શરૂ થઈ ગઈ છે તે વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં અનેક મોટી બિલ્ડિંગો પર લાગેલા જોખમી હોડિંગ્સ જો વાવઝોડાની અસરથી નીચે પડી જાય તો જવાબદારી કોની આ સવાલો વર્તમાન સમયમાં ઉઠવા પામ્યા છે પાલિકા જવાબદાર અધિકારીઓ શહેરભરમાં લાગેલા અને કોઈનું મોતનું કારણ બની શકે તેવા જોખમી હોડિંગ્સને હટાવી લેવા વિરોધ પક્ષના નેતા દ્વારા માંગ કરવામાં આવી છે તેઓ કહે છે કે, એક વર્ષ અગાઉ મુંબઇમાં વાવઝોડાથી હોડિંગ્સ પડવાથી થયેલ લોકોના મોત જેવી દુઃખ ઘટનાને આપડે ભૂલવી ન જોઈએ અને આવી બનતી ઘટનાઓથી એક શીખ લઈને આ પ્રકારના જે કોઈ પણ હોડિંગ્સ હોય તેને તાત્કાલિક ધોરણે હટાવી લેવા જોઈએ કારણ કે, હવે ચોમાસું આવી રહ્યું છે અને જો તે સમયે ભારે પવન ફૂંકાય અને બિલ્ડીંગો પર લાગેલા જોખમી હોડિંગ્સ તૂટીને નીચે પડે તો નિર્દોષ લોકોના જીવ જઈ શકે છે જેથી તકેદારીના ભાગ રૂપે આવા કોઈ પણ હોડિંગ્સ હોય તેને જવાબદારી પૂર્વક હટાવી લેવા જોઈએ.
નીચેથી ચાલતા લોકો પણ ભયમાં ચાલે છે કે હોડિંગ્સ પડી તો નહીં જાય ને : વિરોધ પક્ષ નેતા
તો આ તરફ હવે વિરોધ પક્ષના નેતા તો માંગ કરી રહ્યા છે પણ પાલિકા સતાધીશો શું પોતાની નૈતિક જવાબદારી સમજી મોટી બિલ્ડિંગો પર લાગેલા જિલ્લાભરમાંના જોખમી હોડિંગ્સ હટાવશે ખરા સવાલ ઉઠવા પામ્યા છે.