Ahmedabad news: અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસનો રાફડો ફાટી ચુક્યો છે. છેલ્લા એક મહિના કરતાં પણ ઓછા સમયમાં કોરોનાના વધતા કેસોએ કોરોનાકાળની યાદ અપાવી દીધી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા કુલ 131 કેસ નોંધાયા છે. જ્યારે નવ દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં સૌથી વધુ એક્ટિવ કેસ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 204 કેસ છે. કોરોનાના એક્ટિવ કેસનો આંક 646 જેટલો થયો છે. સાબરકાંઠા જિલ્લાની સગર્ભા મહિલાનું આજે સોલા સિવિલમાં કોરોનાની સારવાર લેતા મોત થયું હતું.

