ભારત - પાકિસ્તાનના તણાવ વચ્ચે શનિવારે (10 મે) સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, સીઝફાયરના ત્રણ કલાકમાં જ પાકિસ્તાને ફરી હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું, જેનો ભારતે વળતો જવાબ આપ્યો હતો. આ દરમિયાન ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતીય વાયુસેનાએ સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાણકારી આપતા કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર' હજુ શરૂ છે.

