વડોદરાના અકોટા-મુજમહુડા રોડ પર ફરી એકવાર મહાકાય ભુવો પડ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. વારંવાર ભુવા પડવાની સમસ્યાથી કંટાળીને સ્થાનિક અગ્રણીએ અનોખો વિરોધ નોંધાવ્યો. તેમણે ભુવા પાસે હવન કરીને પાલિકાના અધિકારીઓને સદબુદ્ધિ આપવા અને ભુવા પૂરવામાં થતો ભ્રષ્ટાચાર બંધ કરવા ભગવાનને પ્રાર્થના કરી. આ ઉપરાંત, તેમણે સમગ્ર વડોદરામાં ભુવાની સમસ્યા નિવારવા માટે પણ વિનંતી કરી.