ગુજરાતમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી મેઘરાજા ધડબટાડી બોલાવી રહ્યા છે. એવામાં હવામાન વિભાગે આવનારા સાત દિવસની હવામાનની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, મંગળવારે અને બુધવારે (17-18 જૂન) રાજ્યના દરેક જિલ્લામાં ધોધમાર ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળશે. મંગળવારે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય આખું અઠવાડિયું ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

