જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને શનિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે શનિદેવને ન્યાયના દેવતા અને સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવ્યો છે. આ બંને ગ્રહો સમયાંતરે પોતાની ગતિ બદલતા રહે છે. જ્યોતિષ ગણના પ્રમાણે શનિ અને સૂર્ય દ્વારા લાભ દ્રષ્ટિ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. 20 મેના રોજ સૂર્ય અને શનિ એકબીજાથી 60 ડિગ્રી પર હાજર રહેશે.

