ભગવાન ગણેશ માત્ર દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજનીય નથી. ગણેશજી વિઘ્નોનો નાશ કરનાર અને બુદ્ધિ આપનાર પણ છે. તેમની કૃપાથી ઘરના તમામ વાસ્તુ દોષોનો નાશ થાય છે. ઘરના મુખ્ય દ્વાર,પૂજા સ્થાન,રસોડું અને કાર્યસ્થળ પર ભગવાન ગણેશની મૂર્તિ લગાવવાથી વાસ્તુ દોષનો નાશ થઈ શકે છે. ફક્ત તેમના ચોક્કસ ઉપયોગોને સમજવાની જરૂર છે. આવો જાણીએ આ પવિત્ર દિવસોમાં ભગવાન ગણેશના કેટલાક ખાસ પ્રયોગો.

