થોડા દિવસ પહેલા જ સોનાક્ષી સિન્હા અને તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલના લગ્ન થયા હતા. જેમ જેમ તેમના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાવા લાગ્યા, ત્યારે એવા સમાચાર પણ ફેલાઈ રહ્યા હતા કે સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહા લગ્નથી ખુશ નથી. ઘણા મીડિયા હાઉસમાં એવા પણ અહેવાલ હતા કે તે આ લગ્નમાં હાજરી આપશે નહીં. આ અહેવાલો પર પૂર્ણવિરામ મુકતા શત્રુઘ્ન સિંહા તાજેતરમાં જ ઝહીરના ઘરે જોવા મળ્યા હતા.

